જાણો ગોળ વિશે

ગળપણ ઉપરથી ગોળનું નામ પડ્યું એટલે ગોળ ખૂબ ગળ્યો હોય છે. તે એક વર્ષ જૂનો વાપરવો વધુ સારો.

ગોળ ગળ્યો, સહેજ ગરમ, પચવામાં હલકો, ત્રિદોષહર, અગ્નિદીપક, ચીકણો, પથ્ય અને શક્તિપ્રદ છે. આ ઉપરાંત તે થાક ઉતારનાર, લોહીબગાડ મટાડનાર, લોહી શુદ્ધ કરનાર, કામશક્તિ વધારનાર અને રસાયન છે. તે પાંડુ, પ્રમેહ, ઉધરસ, શ્વાસ, કફના રોગ તથા પેટના કૃમિ મટાડે છે.

ગોળ વિષે એવી માન્યતા છે કે ગોળ ગરમ અને ખાંડ ઠંડી છે. તેવું નથી, હકીકતમાં ખાંડ જ ગરમ છે અને ગોળ બહુ ઓછો ગરમ છે.

ગોળ બાળકો અને વૃદ્ધોને પોષણ આપે છે. તે અગ્નિપ્રદીપક હોઈ પાચનતંત્ર સુધારે છે. પથ્ય હોઈ સૌ કોઈ ખાઈ શકે છે. તે શરીરનું સ્નેહન કરી શરીરને પોષણ અને જરૂરી ગરમી આપે છે.

શારીરિક શ્રમ ઉતારવા ગોળનું પાણી પીવું જોઈએ. તે તરત જ થાક ઉતારી સ્ફર્તિ આપે છે.

શીળસમાં ગોળ સાથે અજમો કે હળદર લઈ શકાય. શરદીમાં ગોળમાં સૂંઠ મેળવી ખાવી જોઈએ. પાંડુરોગ, ચામડીના રોગ, લોહી બગાડના રોગમાં ખાંડ કરતાં ગોળ ખૂબ સારો. સોજામાં, ચાંદાંને ફોડવામાં, ઝામરની ટાઢક કરવા ગોળનો લેપ કરવો. કાંટો પગમાં તૂટી જાય તો ગોળનો પાટો બાંધવો.

error: Content is protected !!