હોળીની પરંપરા સાથે આયુર્વેદ

ધાણી – દાળિયાથી કફ વિકારો દૂર થાય છે

હોળી ધૂળેટીમાં દાળીયા, ધાણી, શેકેલા ચણા ખાવાનું અને હોળીનાં અગ્નિનો શેક આરોગ્ય માટે લાભદાયી.

22 એપ્રિલ સુધી આશરે ચાલનારી આ ઋતુમાં શિવરાત્રી, ધૂળેટી જેવા તહેવારો આવે છે. ઉનાળાને હજુ વાર છે. ગરમીની શરૂઆત થતા શિયાળા દરમ્યાન શરીરમાં એકત્ર થયેલ કફને સૂર્યસ્નાન અને હોળીનાં અગ્નિ વડે પીગાળી ને શરીરને કફ વિકારથી મુક્ત કરવાનું હોય છે. અજ્ઞાનતાનાં કારણે અત્યારે જે લોકો વિવિધ ઠંડા પીણાં, આઇસ્ક્રીમ વિગેરે આરોગે છે તે કફનાં રોગોને નિમંત્રે છે. (ખંજવાળ, દાદર, ખસ, ખુજલી, કોઢના રોગો, રક્ત વિકાર, સોજાપ્રમેહો (ડાયાબીટીસ), ગુમડા, કેન્સર, રસોળી, શરદી, ન્યુમોનીયા, શ્વાસ, શરીરનું ભારેપણું વગેરે કફનાં રોગો છે.)

વસંત ઋતુમાં કફ કોપે છે. શિયાળામાં જેમ ઠંડીથી પાણી જામીને બરફરૂપે ઘટ્ટ બની જાય છે તેમ શરીરમાં કફ ઘટ્ટ બનીને જામેલો રહે છે, પરંતુ શિશિર ઋતુ પુરી થતાં આ કફ ઓગળે છે અને દોષરૂપે રહેલો કફ પાતળો થઇ વહેવા માંડે છે તેને શરીર બહાર કાઢવા માંગે છે. જે દૂર કરવા માટે કડવા, તુરા, તીખા રસનું સેવન કરવું જે કફનાશક છે, આ ઋતુમાં લુખા પદાર્થો જેવા કે મમરા, દાળીયા, ધાણી, સેકેલા ચણા, ચણાની દાળ, ચોખા, મગ, જવ જેવા પદાર્થો ખાવા જે કફનું શોષણ કરે છે. ધૂળેટીમાં સુકી વસ્તુ ખાવાનું મહત્વ છે.

ગળ્યા, ખાટા, ખોરા રસથી કફ વધે છે. આ ઋતુમાં સામાન્ય રીતે ગરમી પડવા માંડે છે તેથી કફનું બાષ્પિભવન થવા માંડે છે પરંતુ અજ્ઞાનને લીધે અબુધ માનવીઓ શેરડી, સરબત, શીખંડ જેવા મધુર પદાર્થોનું સેવન ચાલુ કરી દે છે. આવી રીતે ઋતુ વિપરીત ભોજન કરવાથી અને ખાટા-મીઠા પીણા પીએ રાખવાથી કફ, દાદર, ખસ, ખુજલી, કોઢનો રોગ, રક્ત વિકાર, સોજાપ્રમેહો (ડાયાબીટીસ), ગુમડા, કેન્સર, રસોળી, શરદી, ન્યુનોનીયા, શ્વાસ, શરીરનું  ભારેપણું  વગેરે અનેક પ્રકારના રોગો થાય છે. આ બધા કફના જ રોગો છે. આ રોગોથી બચવા સુકો ખોરાક, શરીર પરિશ્રમ કરવો, દિવસે સુવું નહિ, દહીં તેમજ ભારે ચિકણા પદાર્થો તેમજ ફ્રીઝના ખાનપાન સદંતર બંધ કરવા.

આ ઋતુમાં મધનું સેવન સવારમાં કરવું (શુદ્ધ મધ, ગુજરાત સરકાર વન વિભાગ વિતરણ કરે છે, બજારૂ ભેળસેળ વાળુ મધ ન લેવું), કડવા, તીખા કે તુરા રસ સાથે મધ લેતા કફ મટે છે. આદુ, તુલસી, લીમડાના ફુલનું સેવન અતિ ઉપયોગી છે. મધ મધુર હોવા છતા કફનાશક છે એટલે તેનો ઉપયોગ તુલસી, આદુ, લીંડી પીપર, ગળો ને કડવા રસ સાથે સવારમાં  અવશ્ય કરવો. આ સમેયે ચામડીનાં છીદ્રો ખુલ્લા કરવા જરૂરી હોય છે.

શહેરમાં પ્રદૂષિત અને રોજીંદી મેકઅપની આદતોને કારણે ચામડીનાં છિદ્રો બુરાઇ ગયા હોય નિમ-કરંજ સાબુથી નીયમિત સફાઇ કરવી લાભદાયી રહે.

આ ઋતુમાં સવારમાં કાંઇ ભોજન ન લેવાય તે આ ઋતુ માટે હિતકારી છે. વળી આ ઋતુ દંપતિઓ માટે ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટેના ગર્ભાધાન માટેનો ઉત્તમ ઋતુકાળ છે.

error: Content is protected !!