– વાળને સુંદર અને ચમકદાર બનાવવા માટે ઈંડા બહુ ઓછા ખર્ચાળ હોય છે. માટે તમારે કાચા ઈંડાનો ઉપયોગ કરવો જોઇએ.
– વાસ્તવમાં ઈંડામાં પ્રોટીન જેવા અનેક પોષકતત્વોનો સમાવેશ થાય છે માટે ઈંડાના પ્રયોગથી વાળમાં જીવ રેડાય છે. – વાળને ચમકદાર બનાવવા હોય તો આ બધા માટે ઈંડા બહુ ઉપયોગી છે. – ઈંડાથી વાળનું કંડિશનિંગ કરવું બહુ ઉત્તમ ઉપાય છે. આના અનેક ફાયદા છે. આનાથી ન તો વાળને કોઇ નુકસાન પહોંચે છે અને ન તો કોઇ પ્રકારની કોઇ આડઅસર થાય છે.
ઈંડાને વાળમાં લગાવવાના ઉપાય – – વાળને સુંદર બનાવવા માટે ઈંડાનો ઘણી રીતે પ્રયોગ કરી શકાય છે. તમે કાચા ઈંડાને
તોડી તેના પીળા ભાગ અને ચીકણા પ્રવાહીને બરાબર મિક્સ કરી વાળમાં લગાવી શકો છો.
– જો તમે મહેંદી લગાવો છો તો તમે મહેંદીમાં પાણીને બદલે ઈંડાનું મિશ્રણ નાંખી શકો છો. આનાથી વાળને પોષણ મળશે. – લાંબા, ઘટ્ટ અને મજબૂત વાળ મેળવવા માટે તમે એરંડીના તેલમાં ઈંડુ નાંખી વાળની માલિશ કરી શકો છો આનાથી વાળનું કિંડિશનિંગ પણ થશે. – વાળ ધોતા પહેલા ઓછામાં ઓછા અડધા કલાક પહેલા ઈંડાનું મિશ્રણ વાળમાં લગાવો. સૂકાય એટલે પાણીથી ધોઇ લો, પછીથી શેમ્પુ કરો. આમ કરવાથી વાળ ભરાવદાર, ચમકદાર અને મુલાયમ બનશે. – વાળના કંડિશનિંગ માટે તમે દહીં અને લીંબુના મિશ્રણમાં ઈંડાનું મિશ્રણ નાંખી વાળ ધોતા પહેલા 15 મિનિટ અગાઉ લગાવી દો અને પછી સારી રીતે શેમ્પુ કરી દો. આનાથી વાળનો સારો નિખાર આવશે.
– ઈંડાથી વાળનું કંડિશનિંગ કરવા માટે તમે તેની સાથે માત્ર લીંબુનો રસ ભેળવી વાળની માલિશ કરી શકો છો. – વાળમાં પ્રાકૃતિક ચમક જાળવી રાખવા માટે ઈંડાની જરદીમાં મધ, લીંબુ, દહીં, બદામનું તેલ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો અને વાળમાં લગાવો. આનાથી વાળને પૌષ્ટિક તત્વો મળશે અને વાળમાં ચમક યથાવત રહેશે