•પગના ગોટલા ચઢી જાય તો, કોપરેલ તેલ ગરમ કરી, માલિશ કરવાથી આરામ થાય છે.
•સરસિયાના તેલમાં કપૂર મેળવી માલિશ કરવાથી દુઃખતા સાંધા, ગરદન જકડાઈ જવી તથા સંધિવાના દર્દમાં આરામ થાય છે.
•તલના તેલમાં હિંગ અને સૂંઠ નાખી સહેજ ગરમ કરી, માલિશ કરવાથી કમરનો દુઃખાવો, સાંધાનો દુઃખાવો, શરીર જકડાઈ જવું, લકવો વગેરે મટે છે.
•ધંતુરાનાં પાનનો ૮૦૦ ગ્રામ રસ કાઢી, તેમાં ૧૦ ગ્રામ હળદર અને ૨૫૦ ગ્રામ સરસિયું તેલ નાખી, ગરમ કરી, રસ બાળી, માત્ર તેલ બાકી રાખો, આ તેલનું માલિક કરવાથી શરીરનાં જકડાઈ ગયેલા અંગો છૂટાં પડી તકલીફ મટે છે.
•બે નાળિયેરનું કોપરું કાઢીને, તેના નાના ટુકડા કરી, ખાંડી નાખવું, ખાંડેલા કોપરાને વાસણમાં ધીમે ધીમે ગરમ કરવું, તેલ છૂટું પડશે, ને તેલ ઠર્યા પછી કપડામાં નિચોવીને ગાળી લેવું. બે નાળિયેરના નીકળેલાં તેલમાં ત્રણથી ચાર મરીનું ચૂર્ણ અને ત્રણ લસણની કળી વાટીને નાખવી. આ તેલથી જકડાઈ ગયેલા ભાગ પર હળવા હાથે સવારે અને રાત્રે માલિશ કરવી અને તે પછી ગરમ રેતીનો શેક કરવાથી ખૂબ આરામ થાય છે.
•વાયુ કે કફદોષથી કમરનો દુઃખાવો કે ડોક જકડાઈ ગઈ હોય તો થોડા પાણીમાં મરચાં નાખી, ઉકાળો કરી, તેમાં કપડું બોળી, દર્દવાળા ભાગ પર ગરમ પોતાં મૂકવાથી આરામ મળે છે.