મગજ સાથે ચુસ્ત તો ડાયાબિટીસ રાખે દૂર – બદામ

ડાયાબિટીસ એક વખત જેને થાય છે. તેને કદી મટતો નથી. એવું આયુર્વેદ ગાઈ વગાડીને કહે છે. એલોપથી તથા હેામિયોપેથી પણ ડાયાબિટીસ સંપૂર્ણરીતે મટી જાય છે. તેવું કયાંય કોઈ કહેતું નથી. અર્થાત્ ડાયાબિટીસ એ એક બહુ કંટાળાજનક રોગ છે. તે મોટે ભાગે વારસાગત હોય છે. ડાયાબિટીસ થયો હોય તેનું જીવન બહુ લિમિટેડ થઈ જાય છે. તેને તેની જીભ ઉપર કંટ્રોલ રાખવો પડે છે. મીઠી વસ્તુ બહુ ભાવતી હોય પણ તે તેની બુંદ સુદ્ધાં ચાખી શકતો નથી. જો તે મીઠી વસ્તુ ખાય તો ડાયાબિટીસ વધી જાય છે. પરિણામે ઈન્સયુલિનમાં ઈન્જેકશન લેવાં પડે છે અથવા ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે તેવી દવાઓ લેવી પડે છે. હા, આયુર્વેદ, એલોપથી તથા હોમિયોપથી કે યુનાની દવાઓથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે પણ મટતો નથી. ગુજરાતમાં ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે એક અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે બદામનો નિયમિત ઉપયોગ કરવાથી ડાયાબિટીસને દૂર રાખી શકાય છે. બદામ મગજને ચુસ્ત તો રાખે જ છે સાથેસાથે તે ડાયાબિટીસને પણ દૂર રાખે છે. ડાયાબિટીસ અસાધ્ય હોય છે છતાં બદામ ઉપરના સંશોધને એક અસરકારક સારવાર માટે આશાનું કિરણ મળ્યું છે. ડાયાબિટીસ ધરાવતી વ્યકિત સક્રિય જીવન જીવી શકે છે. પરંતુ ઘણા કિસ્સામાં જોવા મળે છે કે આ બીમારીએ વ્યકિતના જીવનને અવરોધી નાખ્યું હોય છે. બદામના નિયમિત લેવાથી ઈન્સ્યુલિનનું પ્રમાણ નિયંત્રિત થઈ જાય છે.સવારના નાસ્તામાં રોજ ૮ થી ૧૦ બદામ લેવી જોઈએ. અને તે ખૂબ ચાવી ચાવીને ખાવી જોઈએ. બદામ ખૂબ ચાવવાથી દાંત અને મગજને ખૂબ શકિત મળે છે તો ડાયાબિટીસને અસર કરે તે ઈન્સ્યુલિનને કંટ્રોલ કરે છે.

error: Content is protected !!