લીમડાનાં મીઠા પાન

પરિચય :

મીઠો લીમડો વનસ્‍પતિશાસ્‍ત્રમાં ‘બકામ લીમડા’ તરીકે ઓળખાય છે. સામાન્‍ય લોકભાષામાં તે ‘કઢીપત્તિ’ તરીકે જાણીતો છે. તે શાકમારકીટમાં તથા શાકભાજીનાં બજારોમાં સહેલાઇથી મળતો હોય છે. દરેક ગામડામાં પણ તે સહેલાઇથી મળી જાય છે.

ગુણધર્મ :

મીઠા લીમડાનાં પાન શીતળ, કડવાં, તીખાં, દીપન, પાચન, કંઇક તુરાશ પડતાં અને લઘુ હોય છે. તે દાહ, હરસ, કૃમિ, શૂળ, સોજા અને કોઢને મટાડનાર, વિષનાશક અને રુચિકર છે. બધી ભાજીઓ કરતાં મીઠા લીમડામાં વિટામિન ‘એ’ વધુ પ્રમાણમાં હોય છે. શ્ર્વેતસાર (કાર્બોદિત પદાર્થ) અને પ્રોટીનનું પ્રમાણ પણ અન્‍ય ભાજીઓ કરતાં આમાં વધારે હોય છે. મીઠા લીમડાનાં પાન શરીરમાંના સડાને મટાડે છે અને ચામડી પર સારી અસર કરે છે.

ઉપયોગ :

(૧) ઝેરી જીવજંતુઓના ડંખ પર મીઠા લીમડાનાં પાન લીમડાનાં પાન વાટીને તેનો લેપ ચોપડવાથી પીડાનું તરત જ શમન થાય છે.

(૨) મીઠા લીમડાનાં પાન પાણીમાં વાટી, ગાળીને પીવાથી લોહીમાં સ્‍ત્રાવ, લોહીવાળી ઊલટી, લોહીયુકત ઝાડાને અટકાવે છે.

(૩) મીઠા લીમડાનાં પાન ચાવીને ખાવાથી મરડો મટે છે.

(૪) ઝેરી જીવજંતુઓના ડંખથી આવેલા સોજા પર મીઠા લીમડાનાં પાન વાટીને લેપ કરવાથી આરામ થાય છે.

(૫) રસોઇ બનાવતી વખતે વઘારમાં તેનો ઉપયોગ અચુક થાય છે.

(૬) કઢી અને દાળમાં તેનો યુપયોગ વધુ થાય છે.

error: Content is protected !!