* સૂકા આદુને સૂંઠ કહેવામાં આવે છે. સૂંઠ પણ આદુની માફક ગુણકારી હોય છે. આદુનો રસ વાયુનાશક હોય છે. તે ભોજનને સુગંધિત તથા સુપાચ્ય બનાવે છેે. આદુ અજીર્ણ, આફરા અને પેટદરદમાં ગુણકારી સાબિત થયા છે.
* ગળું ઘસાતું હોય તથા ઉધરશની તકલીફ હોય તો આદુનું સેવન લાભ પહોંચાડે છે. આ તકલીફમાંથી છૂટકારો પામવા તાજા આદુના ટુકડા કરી મીઠા સાથે મુખમાં રાખી ચૂસવા.
આદુ તથા મીઠા સાથે લવિંગ પણ રાખી શકાય.
* શરદીથી રાહત પામવા ચા માં આદુ ઉકાળીને પીવો જોઇએ તે ફાયદાકારક સાબિત થયું છે. આદુની ચા માં તુલસીના પાન તથા ચપટી મીઠું ઉમેરી પીવાથી ફાયદો થશે.
* ઊલટીથી છૂટકારો પામવા આદુના રસમાં ફૂદીનાનો રસ, લીંબુનો રસ અને મધ ભેળવી પીવાથી શીઘ્ર ફાયદો થશે. ગભરામણ થતી હોય તો પણ આ મિશ્રણનું સેવન કરવાથી રાહત થશે.
* ગળામાં દુખાવો હોય તો આદુના રસમાં મીઠું તથા હુંફાળું પાણી ભેળવી કોગળા કરવા.
* આદુના રસમાં થોડું મધ તથા મીઠું ભેળવી ચાટવાથી ઉધરસમાં રાહત થશે.