કરમિયા – એક વ્યાપક તથા હઠીલો રોગ,ચરમ

કરમિયા એ હોજરી તથા આંતરડાના કેટલાક વિકારોમાં તેમનો ફાળો દર્શાવે છે.કરમિયા ચાર પ્રકારના હોય છે. (૧) પુટીષજ, (૨) શ્લેમજ(૩) શોણિતજ (૪) મલજ.

કરમિયા કોઈને પણ થઈ શકે છે.સ્ત્રી, પુરુષ, બાળક, યુવાન માખી બેસે તેવા  ભોજન, અથાણાં, તેલ, તીખું, ગળ્યું, મોડેથી પચે તેવી વસ્તુઓ વગેરે ખાવાથી કરમિયા થાય છે.

કરમિયા સફેદ રંગના હોય છે. જે બાળકોની ગુદા સારી રીતે ન ધોવાથી થાય છે.દોરી જેવા કીડા ૧/૨ થી ૬ સેમી. જેટલા હોય છે. મળમાં કીડાનાં નાનાં નાનાં બચ્ચાં નીકળે છે.

લક્ષણો –

– કીડા પડયા હોય તો મળદ્રાર તથા નાકમાં ખંજવાળ આવે.

-ઊલટી જેવું વારંવાર થાય.

-પેટમાં હલકો હલકો દુખાવો રહે

– ભૂખ ઓછી લાગે

– લોહીની કમીથી શરીરમાં કમજોરી આવે.

– સ્વભાવ ચીડિયો થઈ જાય.

-વાઈનો હુમલો પણ આવી શકે.

– જો કરમિયા ઝીણા હોય તો ગુદામાં ખંજવાળ આવે. બાળકો દાંત કચકચાવે. નાક ખોતરે, બેચેન થઈ જાય. તેમનું પેટ ફૂલી જાય.

ઉપાય ( બાળકો માટે)

– મૂળાનો ૨૦-૨૫ ગ્રામ રસ ૧૫ દિવસ નિયમિત પીઓ.

-કારેલાના રસમાં સરખે ભાગે લીમડો મેળવી તેમાં થોડું વિડંગ ચૂર્ણ ભેળવો.પછી પીઓ.

      કરમિયા મરી જશે.

-કાચા પપૈયાનો એક ચમચી રસ પીવાથી કરમિયા મરી જાય છે.

– લીમડાના પાનના રસમાં મધ ભેળવી પીવાથી કરમિયા મરી જાય.

ઉપાય ( મોટા માટે)

-રાત્રે ઈસબગુલની ભૂસી પાણી સાથે લેવી.

– ઈન્દ્રજવનું ૩ માસા ચૂર્ણ ત્રણ વાર લેવું.

– બેલગીરી, ઈન્દ્રજવ, હરડે, વરિયાળી, જીરું, ધાણા અને સિંધવ મીઠું સરખા પ્રમાણમાં લઈ ચૂર્ણ બનાવી ૧ ચમચી ચૂર્ણ મધ કે પાણી સાથે લેવું.

– ૧-૧ ચમચી કેરીની ગોટલીનું ચૂર્ણ દહીં કે પાણી સાથે લેવું.

– લસણની નાની કળી તથા પાંચ ગ્રામ ગોળ બંને વાટીને દિવસમાં બે વખત લો.

– જૂના પાણીમાં ખુરાસાની અજમાનું ચૂર્ણ મેળવી તેમાં ગોળ મેળવી પી જાવ.

– ડુંગળીના રસમાં સિંધવ નાખી દિવસમાં ૩ વખત પીઓ.

error: Content is protected !!