Warning: Constant automattic\jetpack\extensions\social_previews\FEATURE_NAME already defined in /www/wwwroot/raviyafitness.com/wp-content/plugins/jetpack/extensions/blocks/social-previews/social-previews.php on line 14
ઉપવાસના ફાયદા - Raviya Fitness

ઉપવાસના ફાયદા


આપણી સંસ્કૃતિમાં ઉપવાસ ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે. – ઉપવાસ કરવાને કારણે ગંભીર બીમારીઓ જેવી કે આર્થરાઈટિસ, અસ્થમા, હાઈ બીપી વગેરેમાંથી   મુકિત મેળવી શકાય છે. – ઉપવાસને કારણે શારીરિક પ્રણાલી પણ યોગ્ય રીતે કાર્યરત રહે છે. – વિવિધ ઋતુઓમાં વિવિધ જીવાણુઓનું સંક્રામણ જોવા મળતું હોય છે. જેને કારણે વ્યકિત નાની-મોટીબીમારીઓનો શિકાર બને છે. આવા સમયે ઉપવાસ કરવાથી ફાયદો થાય છે. સામાન્ય રીતે આપણા શરીરની મોટા ભાગની બીમારીઓ માટે આપણું મગજ અથવા તો પાચનતંત્ર જવાબદાર હોય છે.   ખાણી-પીણીની અયોગ્ય આદતોને કારણે શારીરિક પ્રણાલી ખોરવાઈ જાય છે. ઉપવાસને કારણે યકૃતને થોડી રાહત મળે છે. -ઉપવાસથી આંતરડાઓમાં પાચકરસની ક્રિયામાં ઉત્તેજના નોંધાય છે. – મેદસ્વિતાની તકલીફ હોય તો દૂર થાય. – ઉપવસાને કારણે વ્યકિત હળવાશ અનુભવે છે. – ઉપવાસ દરમિયાન આહાર લેવા પર નિયંત્રણ રાખવું જરૂરી છે. પરંતુ પ્રવાહીનો વિશેષ પ્રમાણમાં ઉપયોગકરવો જોઈએ. -વ્રત-ઉપવાસને કારણે કબજિયાત, ગેસ, એસિડિટી, અજીર્ણ, માથાનો દુખાવો જેવી બીમારીઓ પર કાબુ મળી શકે છે. – ઉપવાસને કારણે શરીર ઊર્જાવંત બને છે. સામાન્ય રીતે વ્યકિત ઉપવાસ હોય તો ફળાહારનો ઉપયોગ   કરતી હોય છે. મર્યાદિત માત્રામાં તે લેવું હિતાવહ છે. ઘણી વાર આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવાને કારણે પણ એસિડીટી અને ગેસની સમસ્યા અનુભવાતી હોય છે. બટાકાની વેફર, સાબુદાણાની ખીચડી,મગફળીનો જરૂરિયાત કરતાં વધુ ઉપયોગ ઉપવાસના મહત્વ અન તેના લાભને નષ્ટ કરી દે છે. – જો ધાર્મિક રીતે જોઈએ તો ઉપવાસને કારણે મનની શાંતિનો અનુભવ પણ થતો હોય છે.

error: Content is protected !!