આહારમાં સર્વોત્તમ ઘી

માખણને અગ્નિ પર ગરમ કરવાથી ઘી બને છે. ઘીની તાવણી સમયે એક પ્રકારની વિશિષ્ટ સુગંધ આવે છે. ઘી ગોરસ (દહીં)ના ઉત્તમ સારરૂપ મનાય છે.

મલાઈમાંથી કાઢેલું ઘી માખણમાંથી બનેલ ઘી જેટલા પર્યાપ્ત ગુણ ધરાવતું નથી.

સર્વ પ્રકારનાં ઘીમાં ગાયનું ઘી શ્રેષ્ઠ ગણાય છે. ઘીના સેવનથી ધાતુની વૃદ્ધિ થઈ બળ વધે છે, મગજ શાંત રહે છે, ગરમી દૂર થાય છે અને લોહીની શુદ્ધિ થાય છે.

અતિશય શારીરિક શ્રમ કરનારાઓને ઘીનું સેવન અત્યંત હિતકર છે. ભોજનમાં ઓછુંવત્તું ઘી ખાવું જ જોઈએ. ઘી સિવાયનું ભોજન \’ગોઝારું\’ મનાય છે. ઉત્તમ જાતની રસોઈમાં તથા મિષ્ટાન્નોમાં ઘી નખાય છે.

ખાવામાં તાજું ઘી વધુ ગુણકારી અને રુચિદાયક ગણાય છે. ઔષધિ તરીકે જૂનું ઘી વપરાય છે. આયુર્વેદ જૂના ઘીને વધારે ગુણકારી માને છે. જૂનું ઘી ત્રણે દોષને મટાડનાર; મૂર્ચ્છા, કોઢ, ઝેર, ઉન્માદ, વાઈ તથા આંખે ઝાંખ પાડનાર તિમિરરોગને મટાડે છે. અગ્નિથી દાઝેલાને ઘી વિશેષ અનુકૂળ પડે છે. ઘીમાં જખમ (ઘા) રૂઝવવાનો ખાસ ગુણ છે.

ઔષધિ તરીકે તમામ પ્રકારનું ઘી જેમ જૂનું થાય તેમ વધારે ગુણકારી ગણાય છે.

સર્વ પ્રકારના મલમમાં જૂનું ધી વધારે ગુણ આપે છે. ઘણાં વર્ષોનું જૂનું ઘી પોતે જ મલમ જેટલો ગુણ આપે છે. ઘીને ઉપરાઉપરી સો વાર પાણીમાં ધોવાથી \’શતધૌત\’???? ઘી બને છે. એ ઘી વિષતુલ્ય ઝેરી ગણાય છે, ભૂલેચૂકે પણ તેનો ઉપયોગ ખાવામાં કરવો ન જોઈએ. તે ગૂમડાં અને ચામડીના રોગો પર ચોપડવામાં વપરાય છે.

ઘીના દીવાથી સૂક્ષ્મ જંતુઓનો નાશ થાય છે. આ કારણસર જ યજ્ઞોમાં પણ ઘીનો ઉપયોગ થાય છે.

ગાયનું ઘી નેત્રને હિતકારી, મૈથુનશક્તિ વધારનાર, અગ્નિ પ્રદીપ્ત કરનાર, પાકમાં મધુર, શીતળ; વાત, પિત તથા કફને મટાડનાર; બુદ્ધિ, લાવણ્ય, કાંતિ, સામર્થ્ય તથા તેજની વૃદ્ધિ કરનાર; દારિદ્રય, પાપ તથા રાક્ષસોને હણનાર, યુવાનીને સ્થિર રાખનાર, ભારે, બળ આપનાર, પવિત્ર, આયુષ્યને વધારનાર, મંગલરૂત, રસાયન, સુગંધવાળું, રુચિ ઉપજાવનાર, સુંદર અને ઘીની સઘળી જાતોમાં વધારે ગુણવાળું છે. ઘીમાં ગાયનું ઘી સર્વોત્તમ છે.

ભેંસનું ઘી મધ્યુર, શીતળ, કફ કરનાર, રક્તપિત્તને હણનાર, મૈથુનશક્તિ વધારનાર, ભારે, પાકમાં મધુર તેમ જ પિત્ત, લોહીનો બગાડ અને વાયુ મટાડનાર છે.

બકરીનું ઘી અગ્નિ પ્રદીપ્ત કરનાર, નેત્રને હિતકારી, બળને વધારનાર, પાકમાં તીખું તેમ જ ઉધરસ, શ્વાસ અને ક્ષય પર હિતકારી.

આમ, શરીરના વાત, પિત્ત અને કફ ત્રણે માટે ઘી પોષણરૂપ હોઈ શ્રેષ્ઠ ટૉનિક છે. ઘી, દૂધ અને માંસથી આઠગણું બળપ્રદ છે. ઘી પિત્ત અને વીર્યને (શુક્ર) ધાતુને પોષણ આપે છે, તેથી એ યુવાનોને, અત્યંત પુષ્ટિ આપનાર છે.

ગાયના ઘીનાં ટીપાં નાકમાં પાડવાથી નાકમાંથી પડતું લોહી બંધ થાય છે.

ગાયના ઘીનું સવાર-સાંજ સાત દિવસ સુધી નસ્ય લેવાથી કે નાકમાં તેનાં ટીપાં નાખવાથી આધાશીશી મટે છે.

ગાયનું ઘી માથે (તાળવે) તથા લમણે ઘસીને માલિશ કરવાથી પિત્તથી દુખતું માથું તત્કાળ ઊતરી આરામ થાય છે.

ગાયનું તાજું ઘી તથા દૂધ એકત્ર કરી આંખમાં આંજવાથી નેત્રની શિરાઓ લાલ થઈ જતી બંધ થઈ જાય છે અને માથાનો દુખાવો (માથાની પીડા) મટે છે.

ગાયનું ઘી હાથે-પગે ઘસવાથી હાથપગમાં થતી બળતરા મટે છે તેમ જ ખોટી ગરમી નીકળી જઈ ઘસઘસાટ ઊંઘ આવે છે.

ઘી પચે તેટલી માત્રામાં જ ખાવું જોઈએ. ઘી જો વધારે માત્રામાં ખવાય તો ફાયદાને બદલે નુકસાન કરે છે. ઘી જો પચે નહિ તો જેટલું ગુણકારી છે તેટલું જ હાનિકારક પણ છે. ઘી ન પચવાથી જડતા, મેદ, સડો, ઝાડા, મરડો, કૃમિ, કફ, તાવ, હ્રદયરોગ અને ક્ષયરોગ થાય છે.

જૂના કે ભારે ક્ષયરોગમાં, કફનાં દરદોમાં, આમવાળા રોગોમાં, કૉલેરામાં તેમ જ મળબંધ, મદાત્ય, તાવ અને મંદાગ્નિ પર ઘી ખાવું ન જોઈએ. નવું (તાજું) ઘી આ રોગોમાં અત્યંત હાનિકારક છે.

વૃદ્ધો અને બાળકોને વધારે પડતું ઘી પચતું નથી. શ્રમ ન કરનારાઓને કે બેઠાડુ જીવન જીવનારાઓને (મંદાગ્નિવાળાઓને) પણ ઘી બરાબર પચતું નથી અને આમ પેદા થાય છે.

વૈજ્ઞાનિક મત પ્રમાણે ઘી શરીરમાં શક્તિ પેદા કરે છે, ઘી શરીરમાંની ગરમી (ઉષ્મા)નું નિયમન કરે છે તેમ જ આખા શરીરને સ્નેહયુક્ત કરીને મહત્વનાં અંગોનું રક્ષણ કરે છે.

ઘી કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન કરતાં વધારે ઉપયોગી છે.

શુદ્ધ ઘીથે વિટામિન \’એ\’,? \’ડી\’, \’ઈ\’ અને \’કે\’ પ્રાપ્ત થાય છે.

error: Content is protected !!