Warning: Constant automattic\jetpack\extensions\social_previews\FEATURE_NAME already defined in /www/wwwroot/raviyafitness.com/wp-content/plugins/jetpack/extensions/blocks/social-previews/social-previews.php on line 14
રસોડાનું અમૂલ્ય ઔષધ અજમો … - Raviya Fitness

રસોડાનું અમૂલ્ય ઔષધ અજમો …

રસોડાના મસાલામાં અજમો ભલે રોજ ન વપરાતો હોય છતાં ગૃહિણીઓ અજમો પોતાના રસોડામાં જરૃર રાખે છે. ગુવાર કે ફણસી ઢોકળીનું શાક અજમાના વઘાર વગર સામાન્યે જ થતું હોય છે. જે શાક પચવામાં વાયડું હોય તેમાં અજમાનો વઘાર કરવાથી સરળતાથી પાચન થાય છે.

* અજમો રૃચિ પેદા કરે છે તેમજ પેટમાં વાયુ થવા દેતો નથી. ડોશીમાના વૈદુમાં અજમો મહત્વનું સ્થાન ધરાવે છે.

* ગૃહિણીઓ અજમાના લીલા પાનના ભજિયાં પણ કરે છે.

* કફ-શરદીની ઉધરસમાં લોખંડની કડાઇમાં પ્રથમ અજમો શેકવો ને પછીથીતેમાં દૂધ છમકાવી તેમજ હળદર નાખી ઉકાળી પીવાથી લાભ થાય છે.

* પ્રસૂતાને અજમો આપવાથી આહાર સરળતાથી પચી જાય છે.

* માતાનું ધાવણ વધારે છે.

* ગર્ભાશયને ઉત્તેજિત કરીને માસિક સાફ લાવે છે.

* અજમાનું તેલ સંધિવાના સોજામાં રાહત આપે છે.

* કાનમાં સામાન્ય ચસકા આવતા હોય તો અજમો-લસણ થોડા તેલમાં નાખી, તેના ટીપાં કાનમાં નાખવાથી લાભ થાય છે.

* અજમામાંથી તેના ફૂલ \’થાયમોલ\’ બને છે, જે બામ, પાન-મસાલા તથા વિલાયતી દવાઓમાં વપરાય છે. તેનાથી કૃમિ, કોલેરા, ઉદરશૂળ, હિસ્ટેરિયા મટે છે. અજમાનો અર્ક પેટનાં શૂળ, અપચો, મંદાગ્નિમાં ઉપયોગી છે.

* મીઠું-હળદર ચડાવેલ અજમાને શેકીને તેની ફાકી લેવાથી શરદી-ઉધરસમાં રાહત થાય છે.

* અજમા ેઆયુર્વેદમાં સ્વાદમાં તીખો, કડવો, ગુણમાં ગરમ, તીક્ષ્ણ, હલકો, રુચિ તથા પાચનકર્તા, ભૂખ વધારનાર, પિત્તદોષ ઉત્પન્ન કરનાર, હૃદય માટે હિતકર, બળપ્રદ, ઝાડાને બાંધનાર, તથા મળ અટકાવનાર તરીકે વર્ણવવામાં આવ્યો છે. તે પેડુ શૂળ, બરોળ,વાયુનો ગોળો, કફ, વાયુ ગેસ પેટનો આફરો, ઊલટી, ઇન્દ્યશૂળ, અને કૃમિને મટાડે છે. અજમો વીર્યના દોષ,તામ, શૂળ, જખમ, અપચો, ઝાડો, મરડો, શરદી, કોલેરા વગેરેમાં લાભકારી છે.

ઘરગથ્થુ ઉપાય

ઠંડીનો તાવઃ ઠંડી વાઇને આવતા તાવમાં રોજ અઢી ગ્રામ જેટલો અજમો ગળી જવાથી ઠંડીનું જોર નરમ પડે છે. પરસેવો વળે છે અને તાવ ઊતરે છે. તાવ ઊતર્યા પછી પણ થાક લાગતો નથી. પ્રસૂતા સ્ત્રીને આવતા તાવમાં પણ અજમાની ફાકી (ઉકાળેલા)પાણી સાથે અપાય.

ઉધરસ-શ્વાસઃ કફજન્ય ઉધરસ તથા શ્વાસના દર્દમાં નવશેકા પાણી સાથે અજમો ખવરાવવો.

પેટનું શૂળઃ હુંફાળા પાણીમાં અડધી ચમચી જેટલો અજમો લેવાથી વાયુ,શરદી, કે કૃમિદોષથી થતું ઉદર શૂળ શમે છે.

મરડોઃ અજમો, હરડે, સિંદવ અને હીંગની ફાકી લેવાથી મરડાનું દરદ મટે છે.

બહુમૂત્રઃ વારંવાર પેશાબ કરવા જવાની તકલીફમાં અજમો અને કાળા તલ ભેગાં કરી રોજ સવારે ફાકવાથી લાભ થાય છે.

શીળસઃ રોજ સવારે નરણે કોઠે અજમો અને ગોળ ખાવો, જુલાબ લેવો, રાખ ચોપડવી.

પ્રસૂતાનો મંદાગ્નિઃ પ્રસૂતા સ્ત્રીને અજમો સૂઠ ગોળ ખવડાવવાથી તેની પાચનક્રિયા વેગીલી બને છે. ભૂખ સારી લાગે છે.અપાનવાયુ છુટે છે, કમરની પીડા દૂર થાય છે તેમજ ગર્ભાશય શુદ્ધ થાય છે.

શરદી-ઉધરસઃ મીઠું,હળદર ભેળવી શેકેલો અજમો કાયમ ભોજન બાદ મુખવાસ તરીકે ખાવાથી શરદી-ઉધરસ મટે છે. (ગળપણ-ખટાશ-ચીકાશ ન લેવા). અજમાની ધુમાડી લેવી. અજમાની પોટલી વડે છાતીએ શેક કરવો.

શ્વાસઃ દર્દીન ેજમાનો અર્ક પાંચ થી દસ ટીપાં રોજ આપવો. અથવા ગરમ પાણી સાથે અજમો અને મીઠું આપવું.

અજીર્ણ-પેટનાં દર્દોળ્ રોજ અજમો ફાકીને ઉપરથી ગરમ પાણી પીવાની ટેવ રાખવાથી પેટનું શૂળ, (ચૂંક), મોળ, અપચો-અજીર્ણ તથા વાયુ મટે છે.

પેટનો ગોળો; અજમો, સંચળ અને હિંગ સાથે મેળવી ગરમ પાણીમાં લેવાથી રાહત થાય છે.

સંધિવાઃ રસવના કે તલના તેલમાં થોડો અજમો નાખી, તેલ ગરમ કરી ઉતારી લેવું. આ તેલ સંધિવાના સોજા-પીડા પર માલીશ કરવાથી લાભ થાય છે.

દારૃનું વ્યસન ત્યજવાઃ જેઓ ખરેકર દારૃના વ્યસનમાંથી મુક્ત થવા ઇચ્છતા હોય તેમણે મનને મજબૂત રાખીને દારૃ પીવાની લાલસા દબાવવી, ન રહેવાય તો, તલપ લાગી હોય ત્યારે, એક ચમચી જેટલો અજમો ધીમે ધીમે ચાવવો. દારૃની તલપ શમશે અને વ્યસન મુક્ત થવાશે.

અજમો આમ તો સામાન્ય મસાલો છે પરંતુ ઓષધ રૃપે તેનો કોઇ પણ પ્રયોગ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ અવશ્ય લેવી.

error: Content is protected !!