મામેજવો-મેલેરિયાનુ રામબાણ ઔષધ

કાઠિયાવાડની ધરતીનું આ ઔષધ મેલેરિયાનુ રામબાણ ઔષધ છે.

અપચાથી થતા તાવ, ઠંડીનો તાવ, મેલેરિયા કે તરીયા તાવ, ઝાડા, ઉદરનો વાયુ, તરસ, ખાંસી, ઉદર કૃમિ, મધુપ્રમેહ, ત્વચા રોગ અને સોજા મટાડનારી સુંદર વનસ્પતિ છે.

તાવ : તડકે ફરવાથી, અપચાથી કે ઋતુદોષથી થયેલા તાવ, વ્રણ, વિદ્રધિથી થયેલ કે મેલેરિયાના તાવમાં-મામેજવાના પંચાંગનો ઉકાળો કરી, તેમાં કાળા મરીનું ચૂર્ણ ચપટી નાંખી, ફાયદો જણાય તેટલા દિવસ ૨-૩ ‍વાર પીવું.

જીર્ણ તાવ : મામેજવાનું ચૂર્ણ ૩ થી ૫ ગ્રામ, કાળા મરી ચૂર્ણ ૪ રતી, પાણીમાં બે વાર દેવું. તેની ઉપર ગોદંતી ભસ્મ કે ઘાપાણ ૧ ગ્રામ જેટલું ઘીમાં ચાટવું.

તાવમાં અરૂચિ : દાળ-શાકમાં મામેજવાના પાન (લીમડાના પાનની જેમ) વાપરવા કે તેના મૂળનું અથાણું બનાવી ખાવું. ઝાડા-વાયુનો પ્રકોપ : પેટ ભારે લાગવું : મામેજવો, સિંધવ, કાળા મરી અને શેકેલ જીરાનું ચૂર્ણ બનાવી દહીંના મઠ્ઠા કે છાશમાં મેળવી રોજ ૨-૩ વાર લેવું.

ડાયાબિટીસ-મધુપ્રમેહ : પેશાબમાં પરું કે દાહ : મામેજવો પંચાંગનો અર્ક કે ઉકાળો કરી, તેમાં શિલાજીત ઉમેરી રોજ પીવું. તેથી પેશાબની સાકરનું પ્રમાણ ઘટે છે. દાહ-પરુ મટે છે.

બદગાંઠ : મામેજવાના તાજા પાન ૧૦-૨૦ ગ્રામમાં થોડું નમક અને થોડી હળદર મેળવી, વાટી, ગરમ કરી ગાંઠ પર પોટીસ લગાવવી. ગાંઠ પાક્યેથી સોયથી કાણું પાડી, પરુ-બગડેલું લોહી દબાવીને બહાર કાઢી નાંખવું. આ પ્રયોગથી કંઠમાળ પણ મટે.

હાઈ બ્લડપ્રેશરથી થતી મસ્તક પીડા : મામેજવા પંચાંગના ઉકાળામાં થોડી સાકર કે મધ નાંખી સવાર-સાંજ પીવું, કપાળે મામેજવાના તાજા પાન વાટીને લેપ કરવો.

પેશાબ કે માસિક સાફ લાવવા : મામેજવાના પાન, જીરું અને મરી (૧૦૦ + ૨૫ + ૫ ગ્રામ)નું ચૂર્ણ કરી, સવાર સાંજ પીવું. માસિક સાફ લાવવા ઉકાળા ઉપરાંત સ્ત્રીએ રાતે દિવેલ ૨ ચમચી દૂધ કે ચામાં લેવું.

કૃમિ : મામેજવાનાં પાન, વાવડિંગ અને હરડેનું ચૂર્ણ બનાવી તેમાં ગોળ નાંખી વટાણા જેવડી ગોળીઓ બનાવી, ૨-૨ ગોળી રોજ બે વાર લેવી.

error: Content is protected !!