Warning: Constant automattic\jetpack\extensions\social_previews\FEATURE_NAME already defined in /www/wwwroot/raviyafitness.com/wp-content/plugins/jetpack/extensions/blocks/social-previews/social-previews.php on line 14
ફળોનો રાજા કેરીની કમાલ - Raviya Fitness

ફળોનો રાજા કેરીની કમાલ

ગરમીની મોસમ શરૂ થવાની સાથે જ બજારમાં ફળોમાં રાજા ગણાતી કેરી જોવા મળે છે.કેરી ભારતના દરેક રાજ્યોમાં જોવા મળે છે.આ ફળ કાચું હોય ત્યારે સ્વાદમાં ખાટું લાગે છે, જ્યારે બરાબર પાકી જાય ત્યારે મધુર લાગે છે. આ ફળ ચૂસીને, કાપીને અથવા તેનો રસ કાઢીને ખાઈ શકાય છે  કેરી સૌથી ટેસ્ટી ફળ હોવાની સાથે જ અનકે ગુણોથી ભરપૂર છે. એટલા માટે કેરીને ફળોને રાજા કરે છે, પરંતુ તેને રાજની પદવી ગમે તેમ નથી આપી દેવામાં આવી. ખાવમાં તો તે લાજવાબ છે જ ગુણોમાં પણ બેમીસાલ છે.તેને યોગ્ય રીતે ખાવામાં આવે તો તે અનેક રોગોમાં દવા સમાન કામ કરે છે.

કેરી ભારતના દરેક રાજ્યોમાં જોવા મળે છે.આ ફળ કાચું હોય ત્યારે સ્વાદમાં ખાટું લાગે છે, જ્યારે બરાબર પાકી જાય ત્યારે મધુર લાગે છે. આ ફળ ચૂસીને, કાપીને અથવા તેનો રસ કાઢીને ખાઈ શકાય છે

ભારતમાં કેરીની જાતો થાય છે જેમકે,કેસર,હાફુસ,લંગડો,રાજાપૂરી,તોતાપૂરી,દશેરી,પાયરી,સરદાર,  નીલમ,આમ્રપાલી,બેગમપલ્લી,વનરાજ,નલ્ફાન્સો,જમાદાર,મલ્લિકા,રત્ના,સિંધુ,બદામ,નિલેશ,નિલેશાન,નિલેશ્વરી,વસી બદામી,દાડમીય વગેરે આવી અનેક જાતો ભારતમાં જોવા મળૅ છે.

કાળિદાસે તેના ગુણગાન કર્યા છે અને શતપથ બ્રાહ્મણમાં તેનો ઉલ્લેખ મળે છે.વેદોમાં કેરીને વિલાસનું પ્રતીક કહેવામાં આવ્યું છે. કેરી જ નહીં તેની છાલ, ગોટલી અને રસનું ખૂબ જ મહત્વ આપ્યુ છે. તો આમે કેરીની મીઠાશની સાથે તેની ઉપયોગીતા ને પણ જાણિએ…

-કેરીની ગોટલીની અંદરની ગીરી અને હરડેને સરખી માત્રામાં લઈને પીસી લો. આ ચૂર્ણને દૂધની સાથે મેળવો. આ લેપને મસ્તક ઉપર લગાવવાથી માથાનો દુખાવો દૂર થઈ જશે.

-કેરીની ગોટલીની અંદરની ગિરીને સૂકવીને ઝીણું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણને પાણીની સાથે લેવાથી સ્ત્રીઓના પ્રદર રોગ દૂર થઈ જાય છે.ઊલટી અને અતિસાર મટાડે છે. હૃદયમાં થતી બળતરા દૂર કરે છે.

-કેરીનો ૬૦ ગ્રામ રસમાં ૨૦ ગ્રામ દહીં અને ૫ ગ્રામ આદુનો રસ મેળવો. તેને દિવમસાં બે-ત્રણવાર સેવન કરવો. અતિસારની સમસ્યા દૂર થઈ જશે.

-આંબાનાં પાંદડાં ખાવાથી ડાયાબિટીસ મટે છે. કેરીને ટુકડા કરીને ખાવાથી કે તેનો રસ પીવાથી અનેક પ્રકારના રોગો મટે છે.

-કેરીની સિઝનમાં જો તેને નિયમિત ધોરણે ભોજનમાં ઉમેરવામાં આવે તો તેનાથી આંતરડાનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સર સામે રક્ષણ મળે છે. તાજી કેરીમાં પોટેશિયમનું પ્રમાણ ખૂબ જ હોય છે જે હ્યદયના ધબકારાને નિયંત્રણમાં રાખે છે અને બ્લડપ્રેશરને અંકુશમાં રાખે છે.

-કેરીમાં રહેલાં વિટામિન ઈથી શરીરમાં જોશ અને ચુસ્તી તેમજ ર્સ્ફૂતિ રહે છે. કેરીના ટુકડાને ૧૦થી ૧૫ મિનિટ ચહેરા પર ઘસવાથી અને પછી ચોખ્ખાં પાણીથી સાફ કરવાથી ચહેરા પરથી ખીલને દૂર કરી શકાય છે. ચહેરાની સુંદરતા અને નરમાઈ વધે છે અને ચહેરો વધારે ચમકદાર બને છે.

-કેરીમાં લોહતત્ત્વો ભરપૂર છે આથી જે લોકોને એનિમિયા થયો હયો તેવાં લોકો જો તેનો ભોજનમાં ઉપયોગ કરે તો તેનાંથી એનિમિયાની તકલીફ દૂર થાય છે અને પાચનશક્તિમાં વધારો થાય છે.

– જે મહિલાઓ ૪૦-૪૫ વર્ષની હોય અને મેનોપોઝમાંથી પસાર થઈ રહી હોય તેવી મહિલાઓ માટે કેરી ખાવાનું ગુણકારી છે.

-કેરીમાં રહેલા ફાઇબર અને પેક્ટિન તેમજ વિટામિન સીને કારણે લોહીમાં ખરાબ કોલેસ્ટરોલ જમા થતું નથી.


-કેરીના રસમાં જો મીઠું અને સૂંઠ પાઉડર ઉમેરીને ખાવામાં આવે તો તે પાચ્ય બની જાય છે.કેરીના રસના સૂકવેલા પાપડ તરસ- ઉલટી મટાડનાર, વાતહરનાર, પિત્તહર, રોચક અને હલકાં છે.વધુ પડતી કેરી ખવાય તો કેરીની ગરમી મોંઢા ઉપર ફૂટે છે.

-કેરી ચૂસીને ખાવાથી તે રૂચિકર લાગે જ છે અને સાથે સાથે તે બળવર્ધક છે અને વીર્ય વધારનાર છે.

-દરરોજ રાત્રે આંબાનાં ૧૦થી ૧૫ જેટલાં પાંદડાંને સ્વચ્છ પાણીમાં પલાળીને બીજા દિવસે સવારે તે પાણી ગાળીને નરણા કોઠે પીવાથી પાચનશક્તિમાં વધારો થાય છે અને અન્ય રોગો સામે રક્ષણ મળે છે.

-કેરીના ઝાડ ઉપર લગેલા બોરને એરંડીના તેલમાં મોડે સુધી પકાવો. જ્યારે બળી જાય ત્યારે તેલને ગળીને તેના ટીપા કાનમાં નાખો. કાનનું દર્દ દૂર થઈ જશે.

-કેરીના રસમાં મધ મેળવીને લેવાથી પ્લીહાની વૃદ્ધિની સમસ્યા દૂર થઈ જાય છે.

-કેરીના રસ ૨૦૦ ગ્રામ, આદુનો રસ ૧૦ ગ્રામ અને દૂધ ૨૫૦ ગ્રામ મેળવીને પીવાથી શારીરિક અને માનસિક નબળાઈ દૂર થઈ જાય છે. સાથે જ યાદદાસ્ત પણ વધે છે.

-સ્વાદમાં મીઠાશસભર કેરીમાં અનેક પ્રોટિનયુક્ત તત્ત્વો રહેલાં છે, તે ફાઇબર અને વિટામિન્સ તેમજ મિનરલ્સથી ભરપૂર છે તેનામાં રહેલાં એન્ટિઓક્સિડન્ટ તત્ત્વો પાચનશક્તિમાં મદદ કરે છે.

error: Content is protected !!