Warning: Constant automattic\jetpack\extensions\social_previews\FEATURE_NAME already defined in /www/wwwroot/raviyafitness.com/wp-content/plugins/jetpack/extensions/blocks/social-previews/social-previews.php on line 14
આંખની સંભાળ - Raviya Fitness

આંખની સંભાળ

* આંખમાં ચૂનો કે એસિડ પડ્યો હોય તો આંખની અંદર અને બહાર ઘી ઘસવાથી રાહત થાય છે.

* આંખ લાલ રહેતી હોય તો આંખમાં ઘી આંજવાથી રતાશ દૂર થાય છે.

* હળદરના ૨-૪ ગાંઠિયા તુવેરની દાળ સાથે બાફી, તે હળદર છાંયડે સૂકવી દિવસમાં બે વાર સૂર્યાસ્‍ત પહેલાં પાણી સાથે ઘસીને આંખમાં આંજવાથી આંખનું ઝામર, ધોળા રંગનું ફૂલુ, રાતી રહેતી આંખ, આંખની ઝાંખપ વગેરે દર્દો મટે છે.

* રોજ તાજું માખણ ખાવાથી આંખનું તેજ વધે છે.

* ત્રિફળા ચૂર્ણ ૧૦૦ ગ્રામ તથા વરિયાળી ૧૦૦ ગ્રામ મેળવી સવાર-સાંજ ૧ ચમચી પાણી અથવા ઘી સાથે લેવાથી આંખોની દષ્ટિ વધે છે.

* ક્યારેક આંખમાં દૂધ, કચરો, ચૂનો કે આકડાનું દૂધ પડે તેથી બળતરામાં આંખમાં દીવેલ આંજવાથી આરામ થાય છે.આંખોની રતાશ અને બળતરા મટે છે.

* આંખની બળતરામાં આંખની અંદર અને બહાર માખણ લગાડવાથી બળતરા મટે છે.

* ધાણા, વરિયાળી અને સાકર સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવી રોજ જમ્‍યા પછી પાણી સાથે લેવાથી આંખની બળતરા, આંખમાંથી પાણી પડવું, લાલ આંખ રહેવી, આંખે અંધારા આવવા જેવા દર્દો મટે છે.

* હિંગને મધમાં મેળવી, રૂ ની દિવેટ બનાવી, તેને સળગાવી, કાજળ પાડી એ કાજળ આંખમાં આંજવાથી નેત્રસ્‍ત્રાવ બંધ થઈ આંખોનું તેજ વધે છે.

* ધોળા મરીને દહીંમાં અથવા મધમાં ઘસીને સવાર સાંજ આંજવાથી રતાંધળાપણું મટે છે.

* મરીને પાણીમાં ઘસીને આંજણી ઉપર લેપ કરવાથી આંજણી જલદી પાકીને ફૂટી જાય છે.

* બકરીના દૂધમાં લવિંગ ઘસીને આંખોમાં નાખવાથી રતાંધણાપણું મટે છે.

* પાકાં ટામેટાંનો રસ સવાર-સાંજ પીવાથી આંધળાપણામાં ખૂબ ફાયદો થાય છે.

* સાકર અને ઘી સાથે જીરાનું ચૂર્ણ ચાટવાથી રતાંધણાપણું મટે છે.

* કાંદાના રસમાં થોડું મીઠું મેળવી તેનાં ટીપાં આંખમાં નાંખવાથી રતાંધણાપણું મટે છે.

* આંખમાં ચીપડાં બાઝતાં હોય તો કાંદાના રસમાં ખડી સાકર ઘસીને રાત્રે ૨-૨ ટીપાં આંખમાં નાંખવાથી આરામ થાય છે.

* સરગવાનાં પાનના રસમાં મધ મેળવી આંખમાં આંજવાથી આંખના દરેક પ્રકારના રોગ મટે છે. અને આંખનું તેજ વધે છે.

* આંખમાં ઠંડા પાણીની છાલક રોજ સવાર-સાંજ મારવાથી આંખની ગરમી દૂર થાય છે અને આંખોનું તેજ વધે છે.

* કોથમીરનો રસ કાઢી, ચોખ્‍ખા કપડાથી ગાળી, તેનાં બબ્‍બે ટીપાં આંખમાં નાખવાથી આંખો સારી થાય છે. ખીલ, ફુલું, છારી વગેરે મટે છે, ચશ્‍માંના નંબર ઊતરે છે.

* મધ અને સરગવાનાં પાનનો રસ આંખમાં નાખવાથી આંખના બધા રોગો મટે છે.

* નાગરવેલનાં પાનનો રસ આંખમાં નાખવાથી દુઃખતી આંખો સારી થાય છે.

* જીરાનું ચૂર્ણ રોજ ફાકવાથી આંખોની ગરમી ઓછી થાય છે.

* ધાણાને પાણીમાં પલાળી રાખી, મસળી, ગાળી, તે પાણીથી આંખો ધોવાથી દુઃખતી આંખો સારી થાય છે.

* શુદ્ધ મધ અને ખાખરાનો અર્ક સરખે ભાગે લઈ, બરાબર એકરસ કરી, બાટલીમાં ભરી રાખો. રોજ રાત્રે સૂતી વખતે બે-ત્રણ ટીપાં આંખમાં નાખવાથી ચશ્‍માનાં નંબર ઘટે છે.

* અધકચરા ત્રિફળા રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે ગાળી, પાણી આંખમાં છાંટવાથી આંખોનું તેજ વધે છે.

* સાકર પાણીમાં ઘસી તેનો ઘસારો સવાર-સાંજ આંખમાં આંજવાથી આંખોનું ફૂલુ મટે છે. આંખ સ્‍વચ્‍છ થાય છે અને આંખોનું તેજ વધે છે.

* આંખ આવેલી હોય તો લીંબુનો રસ, મધ, ફટકડી લગાડવાથી ઘણી રાહત થાય છે.

* સફેદ કાંદાનો રસ મધમાં મેળવીને આંખમાં નાખવાથી દુઃખતી આંખ સારી થાય છે અને આંખનું તેજ વધે છે.

* હળદર, ફટકડી અને આમલીના પાન સરખા પ્રમાણમાં લઈ, તેને વાટી, પોટલી કરી, ગરમ કરીને આંખે શેક કરવાથી આંખોની રતાશ અને બળતરા મટે છે.

* સાકર અને તેનાથી ત્રણ ગણા ધાણા લઈ, બન્‍નેનું ચૂર્ણ કરી, પાણીમાં ઉકાળી, ઠંડુ થાય ત્‍યારે કપડાંથી ગાળી, ટલીમાં ભરી લેવું, એ પાણીનાં બબ્‍બે ટીપાં દરરોજ સવાર સાંજ આંખમાં નાખવાથી દુખતી આંખો સારી થાય છે.

* તેલ વગરની તુવેરની દાળ, પાણી સાથે પથ્‍થર પર ઘસી આંખમાં આંજવાથી આંખનું ફૂલું અને જાળું મટે છે.જાયફળ પાણીમાં ઘસીને તેનો ઘસારો પાપણ તથા આંખની આજુબાજુ ચોપડવાથી આંખની ચળ કે પાણી પડતું હોય તો મટે છે અને આંખનું તેજ વધે છે.

* આંખમાં દાડમનો રસ નાખવાથી નંબર ઊતરે છે.

* દરરોજ સવાર-સાંજ ગુલાબજળનાં ટીપાં આંખોમાં નાખવાથી આંખોની લાલાશ તરત દૂર થાય છે.

* તંદુરસ્‍ત ગાયના તાજા છાણને કપડાંથી ગાળી તે રસમાં લીંડી પીપર ઘસીને રોજ રાત્રે અંજન કરવાથી રતાંધણાપણું મટે છે.

* મોતીયો-ઝામર, વેલ કે આંખના દુઃખાવામાં પેશાબનું અંજન કરવાથી મટી જાય છે.

(કંઈપણ સારવાર કરતા પહેલા ડોકટરની સલાહ અવશ્ય લેવી.)

error: Content is protected !!