Warning: Constant automattic\jetpack\extensions\social_previews\FEATURE_NAME already defined in /www/wwwroot/raviyafitness.com/wp-content/plugins/jetpack/extensions/blocks/social-previews/social-previews.php on line 14
નાળિયેર વિશેની કેટલીક પ્રાચીન વાતો અને ગુણૉ - Raviya Fitness

નાળિયેર વિશેની કેટલીક પ્રાચીન વાતો અને ગુણૉ

આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ ધાર્મિક કાર્ય કરવું હોય કે પુજા.તેમાં નાળિયેર મહત્વનું સ્થાન ધરાવે છે.કોઈ પણ પૂજા નાળિયેર વિના અપૂર્ણ માનવામાં આવે છે.ભગવાનને નાળિયેર ચઢાવવાથી ભૌતિકદુર્બળતા અને પરિવાર સંબંધી અનેક સમસ્યાઓનું નિરાકરણ થાય છે.સ્વાસ્થ માટે પણ નાળીયેર ખાવાથી શારિરીક દુર્બલતા નષ્ થાય છે.

નાળિયેર બહારથી કડક, અંદરથી નરમ અને મીઠુ હોય.જીવનમાં પણ નાળિયેર જેવા નરમ અને મીઠી સ્વભાવ હોવા જોઈએ.આપંએ બહારથી કડક દેખાતા હોઈએ તો પણ અંદરથી નાળિયેર જેવા હોવા જોઈએ.

પ્રાચીન સમયથી નાળિયેર સબંધી કેટલીક માન્યતા પ્રચલિત છે.આ માન્યતા એક માન્યતા એ પણ છે કે સ્ત્રીઓ  નાળિયેર ફોડી શકતી નથી.સ્ત્રીઓ નાળિયેર ફોડે તો અપશુકન માનવામાંઆં આવે છે.તો જાણૉ તેના કારણ કયા છે.

તો તેના વિશે એક માન્યતા  છે કે નાળિયેર બીજ છે.તે ઉત્પાદન(સંવર્ધન) તરીકે ક્ષમતા સાથે સંકળાયેલો છે.સ્ત્રીઓ ઉત્પાદન(સંવર્ધન) કારક છે.માટૅ તે બીજ છે અને બલ માત્ર પુરુષ જ આપી શકે.આ કારણથી પણ સ્ત્રીઓ  નાળિયેર ફોડી શકતી નથી.

આમ નાળિયેર ફોડિને દેવી-દેવતાને પ્રસન્ન કરવામાં આવે છે.પ્રાચીન સમયમાં દેવી-દેવતાને પ્રસન્ન કરવા માટે પશુની બલિ ચઢાવવામાં આવતી હતી.આ પરંપરાને રોક લગાવવા માટે નાળીયેરને ફોડવાની પરંપરા ચાલુ થઈ તેને ફોડીને તેના જળથી દેવી-દેવતાને પ્રસન્ન કરવામાં આવવા લાગ્યા.જેથી જીવ હત્યા રોકવામાં આવે.

નાળિયેરને શ્રીફળ પણ કહે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ જયારે પૃથ્વિ ઉપર અવતાર ધારણ કર્યો ત્યારે તે પોતાની સાથે લક્ષ્મી,નાળીયેરનું વૃક્ષ અને કામધેનું લઈને આવ્યા હતા. નાળિયેરમાં બ્રહ્મા,વિષ્ણૂ અને મહેશ એમ ત્રણેય દેવતાઓનો વાસ હોય છે.શ્રીફળ ભગવાન શિવનું પ્રિય ફળ છે તેમાં દેખાતી આંખ ભગવાનનું ત્રીજુ નેત્ર પણ માનવામા આવે છે.

નાળિયેર સુખ,સન્માન, સમૃદ્ધિ અને સારા નસીબ સૂચક માનવામાં આવે છે.સામાજિક રીતરિવાજોમાં પણ નાળીયેર આપવામાં આવે છે.વિદાય વખતે પણ નાળિયેરને તિલક કરીને ભેટ આપવામાં આવે છે.

એકાક્ષી નાળિયેર ખૂબ જ દુર્લભ છે.સામાન્ય રીતે કાથી નીચે બે આંખ હોય છે,પણ એકાક્ષી નાળિયેરમાં એક જ હોય છે જે ધરમાં એકાક્ષી નાળિયેર હોય છે ત્યાં માં લક્ષ્મીની વિશેષ કૃપા જોવા મળે છે.ત્યાં ધનની ઓછપ કદી આવતી નથી.ત્યાં વાસ્તુદોષ રહેતો નથી અને પરિવારને દરેક કાર્યમાં સફલતા પ્રાપ્ત થાય છે.

નાળીયેરના કેટલાક અન્ય લાભો પણ જાણૉ.

– શુક્રવારે સવારે લક્ષ્મીપૂજા અને ઉપાસના કરી નાળિયેરને તિજોરીમાં સલામત મૂકી ધ્યો અને સાંજે તે નાળીયેરને શ્રીગણેશના મંદિરમાં મુકી આવવું તેનાથી ધરમાં ધનની કમી નહિ રહે.

– નાળિયેર કેલરી સમૃદ્ધ છે.

– નાળિયેર તાસિરે ઠંડુ છે.

– નાળિયેરમાં કેલરી ઉપરાંત અનેક પોષક તત્વ પણ આવેલા છે.

– સૂવાના સમયે નાળિયેર પાણી પિવાથી બળ તેમજ સારી ઊંઘ પ્રાપ્ત થાય છે.

– તેના પાણીમાં પોટેશિયમ અને કલોરિન હોય છે.તે માતાના દૂધ જેવું જ છે.

– નાળિયેર  સ્વાસ્થ્ય અને શક્તિ આપનારું ઉપરાંત લોહીવિકારને નાશ કરનારુ છે.

– જે બાળકોને દુધ પચવામાં તકલિફ પડે છે તેને દુધમાં થોડુ નાળિયેરનું પાણિ મેળવીને પિવડાવવું જોઈએ.

– કોલેરામાં નાળિયેર પાણી લીંબુનો રસ સાથે મિશ્ર કરીને પિવડાવવું જોઈએ આ અકસીર ઈલાજ છે.

– નાળિયેરનું કોપરુ ખાવાથી કામશકિતમાં વધારો થાય છે.

– ગર્ભવતી મહિલાના શારીરિક દુર્બળતા ઓછી થાય છે.

– પોષ,માહ અને ફાગણ મહિનામાં નિયમિત સવારે નાળિયેરનું કોપરુ ગોળ સાથે ખાવાથી બળ તેમજ શારીરિક નબળાઈ દૂર થાય છે.

error: Content is protected !!