Warning: Constant automattic\jetpack\extensions\social_previews\FEATURE_NAME already defined in /www/wwwroot/raviyafitness.com/wp-content/plugins/jetpack/extensions/blocks/social-previews/social-previews.php on line 14
શેરડી - Raviya Fitness

શેરડી

શેરડીનો રસ, તેમાંથી બનતો ગોળ અને ખાંડનો આપણે હંમેશાં ઉપયોગ કરતાં હોઈએ છીએ. શેરડી સ્વાદે મીઠી, તાસીરે ઠંડી, પચવામાં ભારે, ચીકાશયુક્ત, ઝાડાને કરનાર, વાત- પિત્તનાશક અને કફકર છે. તે બળવર્ધક, વૃષ્‍ય અને મૂત્રલ છે.

શેરડીને ચૂસીને ખાવી વધુ સારી. તેનો રસ લીંબુ-આદુ નાખીને તાજો પીવો સારો. વાસી રસ નુકસાન કરે. જમ્યા પછી શેરડી ન ખાવી.

શેરડી પરમ પિત્તનાશક છે તેથી બળતરા અને તરસ છિપાવે છે. શેરડી થાક દૂર કરી શક્તિ અને સ્ફૂર્તિ આપે છે.

કમળાના રોગી માટે શેરડી ઔષધ સમાન છે. રોગીએ ચૂસીને રોજ શેરડી ખાવી. અશક્તિ હોય તો તાજો રસ પીવો.

પેશાબના બધા જ રોગો શેરડીના સેવનથી મટે છે. પેશાબનો અટકાવ, બળતરા, પથરી, પાક-પરુ-લોહી પડવું વગેરે શેરડીના સેવનથી મટે છે. બાળકોને શેરડી ખવડાવવાથી દાંત મજબૂત બનશે, લોહી, માંસ, શક્તિ, ઓજ વધશે.

ખૂબ હેડકી આવતી હોય તો શેરડીનો રસ પીવાથી આરામ થઈ જાય છે.

error: Content is protected !!