Warning: Constant automattic\jetpack\extensions\social_previews\FEATURE_NAME already defined in /www/wwwroot/raviyafitness.com/wp-content/plugins/jetpack/extensions/blocks/social-previews/social-previews.php on line 14
સુકામેવાઃકેસર - Raviya Fitness

સુકામેવાઃકેસર

કેસર એ ખૂબ કિંમતી દ્રવ્ય છે. તેથી તેમાં ભેળસેળને ખૂબ અવકાશ છે. કેસર એ હકીકતમાં ફળોના સ્ત્રીકેસરની સૂકવણી છે.

તે સ્વાદે કડવું અને તીખું છે. તાસીરે ગરમ છે. પચવામાં હલકું છે, ચીકાશયુક્ત છે, અગ્નિદીપક, સુગંધી, રોચક, પથ્ય, ત્રિદોષનાશક છે. તે રંગને સુધારે છે. માથાના રોગી માટે સારું છે. હ્રદયને બળ આપે છે. તે દુઃખાવો ઘટાડે છે, મળને બાંધે છે, કામોત્તેજના વધારે છે. કૃમિનાશક છે. આંખના રોગોમાં સારું છે. કંઠરોગ, ઉધરસ, શ્વાસ, ઊલટી, ઝેર, હેડકી, ચામડીના રોગ અને પાકને રૂઝવવામાં ઉપયોગી છે. તે માસિક સાફ લાવે છે.

કેસરનો સ્તન ઉપર લેપ કરવાથી ધાવણ વધે છે.

કેસરને દૂધમાં ખૂબ લસોટી એકરસ કરી તેના નાકમાં ટીપાં મૂકવાથી દરેક જાતના માથાના દુઃખાવા મટે છે.

તે ઉત્તમ પાચક છે. તેથી પાકો અને મીઠાઈમાં વાપરવાથી તેનું પાચન સારી રીતે થાય છે.

દૂધમાં કેસર લઢીને પીવાથી ખૂબ પોષણ મળે છે, દૂધનું પાચન થાય છે અને શક્તિ મળે છે.

જાતીય શક્તિ વધારવા માટેના ઔષધોમાં કેસરનો ઉપયોગ કરવાથી તે અધિક ગુણકારી બને છે. શરદી, સળેખમમાં નાગરવેલના પાનમાં કેસર લેવું.

error: Content is protected !!