Warning: Constant automattic\jetpack\extensions\social_previews\FEATURE_NAME already defined in /www/wwwroot/raviyafitness.com/wp-content/plugins/jetpack/extensions/blocks/social-previews/social-previews.php on line 14
સુકામેવાઃચારોળી - Raviya Fitness

સુકામેવાઃચારોળી

તાસીરે ચારોળી તાસીરે ઠંડી હોય છે

લગભગ બધા સૂકા મેવા તાસીરે ગરમ છે, ચારોળી એ ફળનું બી છે.

ચારોળી સ્વાદે મીઠી અને સહેજ ખાટી છે. તાસીરે ઠંડી, પચવામાં ખૂબ ભારે, ચીકણી, મળ સાફ લાવનાર, વાતનાશક, પિત્તનાશક અને કફકર છે. તે બળવર્ધક, વીર્યવર્ધક, જાતીય શક્તિ ધરાવનાર, રોચક અને પથ્ય છે. તે ખૂબ ચાવીને થોડી ખાવી જોઈએ કારણ કે પચવી મુશ્કેલ છે. વાતરોગ, પિત્તરોગ, દાહ, તાવ, તરસ, ક્ષય, દુર્બળતા, કૃશતા વગેરેમાં ચારોળી સારી છે.

દરેક મીઠાઈ, પાક અને પકવાનમાં ચારોળીનો સપ્રમાણ ઉપયોગ કરવાથી તેની રોચકતા અને ગુણવત્તા વધે છે.

ચારોળીને દૂધમાં પીસીને મોં ઉપર લેપ કરવાથી મોઢા ઉપરના ખીલ મટે છે. એ જ રીતે શીળસના રોગી પણ તેને દૂધમાં કાલવીને શરીરે લગાવી શકે છે.

ઝાડામાં લોહી પડતું હોય તો ચારોળીના ઝાડની છાલનો ઉકાળો પીવો.

ચારોળી અને જેઠીમધ દૂધમાં ઉકાળી પીવાથી શરીરમાંથી પડતું લોહી અટકે છે.

ગાઉટ અને આમવાતના સોજાને ઉતારવા માટે ચારોળી પાણીમાં વાટી તેનો લેપ કરવો.

ચારોળીનું તેલ પરમ વાતહર છે. તે પીવામાં અને માલિશ કરવામાં વાપરી શકાય છે.

error: Content is protected !!